1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? 
 Ans: ઉકાઇ બંધ 

2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 

Ans: હલ્લીસક

3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? 

Ans: ગાંધી માય ફાધર
 

4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? 
Ans: લેલાં
 

5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? 
Ans: મરાઠી, ગુજરાતી અનેસંસ્કૃત
 

6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નુંબિરૂદ કોને મળ્યું છે? 
Ans: જયોતીન્દ્ર હ. દવે
 

7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? 
Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? 

Ans:તાતારખાન

9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. 

Ans: વલભી વિદ્યાપીઠ

10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? 

Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? 

Ans: દ્વારકા

12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? 

Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? 

Ans: કવિ ભોજા ભગત

14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? 

Ans: સરદાર સરોવર

15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? 

Ans: નવોદય શાળાઓ

16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીનેમળે છે ? 

Ans: સાબરમતી નદી અને સરસ્વતી

17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપનાકોણે કરી ? 

Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? 

Ans: પ્રીતી સેનગુપ્તા

19 કઇ સાલમાં ભયાનકપૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? 

Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? 

Ans: આશાવલ (હાલનું અમદાવાદ)

21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? 

Ans: જામ રણજીતસિંહ

22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? 

Ans: ડાંગ

23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? 

Ans: હિંદ સ્વરાજ

24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાંજન્મેલા બ્રહ્મગુપ્તે શેનીશોધ કરી હતી ? 

Ans: શૂન્ય

25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રેઉત્સવ ઊજવવામાં આવે છે? 

Ans: શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? 

Ans: ઉંઝા

27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? 

Ans: બળવંતરાય ક. ઠાકોર

28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? 

Ans: અંશુમાન ગાયકવાડ

29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? 

Ans: ઓખા

30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? 

Ans: સાવરકુંડલા

31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? 

Ans: ઉધઇ

32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? 

Ans:સંત પીપાજી

33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? 

Ans: મૃત્યુનો ગરબો

34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી?

Ans: પ્રભાસ પાટણ

35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? 

Ans: હિંગોળગઢ

36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? 

Ans: ઈન્દુલાલયાજ્ઞિક

37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? 

Ans:દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? 

Ans: મીરાંબાઇ

39 ગુજરાતની કઇ ચેસખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? 

Ans: ધ્યાની દવે

40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? 

Ans: ભુજંગ મંદિર

41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુકાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? 

Ans: ડૉ. મધુકર મહેતા

42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? 

Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? 

Ans: હજીરા

44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? 

Ans: ૧૫ ઓગસ્ટ,૧૯૭૫

45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? 

Ans: દિનેશ ભીલ

46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? 

Ans: નાનજી કાલિદાસ મહેતા

47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? 

Ans: કવિ ભાલણ

48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? 

Ans: નરસિંહ મહેતા

49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? 

Ans: ઠક્કરબાપા

50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? 

 Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? 
Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? 

Ans: રૂપાલ

53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારએકમાત્ર ખેલાડી કોણ છે ? 

Ans: વલય પરીખ

54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણેનામના મેળવી છે? 

Ans: નવલરામ

55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? 

Ans: કાદંબરી

56 અંબાજી તીર્થ કઇપર્વતમાળામાં આવેલું છે ? 

Ans: અરવલ્લી

57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? 

 Ans: રાજકોટ

58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? 

Ans: ઉકાઇ

59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?

Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? 


Ans: મધ્ય ગુજરાત

61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? 

Ans: કોચરબ આશ્રમ

62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? 

Ans: આદિલ મન્સુરી

63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે? 

Ans: નરસિંહ મહેતાનો ચોરો

64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? 

Ans: દ્રોપદી સ્વયંવર

65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?

Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭

66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? 

Ans: મોતીભાઇ અમીન

67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. 

Ans: જયશંકર ભોજક

68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? 

Ans: ટીપ્પણી

69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? 

Ans: સહ્યાદ્રિ

70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?

Ans: ભેંસ

71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? 

Ans: કાકાની શશી

72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? 

Ans: સુરખાબ નગર

73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? 

Ans: ઉપરકોટ

74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? 

Ans: ઝીણાભાઇ દેસાઇ

75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? 

Ans: ગૂજરાત વિદ્યાપીઠ

76 સવારથી લઇને રાતસુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? 
 Ans: સ્કાય લાર્ક

77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? 

Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટયાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? 

Ans: ઉધના

79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.

Ans: હેમુ ગઢવી

80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? 

Ans: ભુજ

81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? 


Ans: અડી કડીની વાવ

82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? 

Ans: કચ્છ

83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? 

Ans: ભૂમાનંદ સ્વામી

84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? 

Ans: જેમ્સ ફર્ગ્યુસન

85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? 

Ans: સોમનાથ

86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? 

Ans: સરદાર સિંહ રાણા

87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? 

Ans: વનરાજ ચાવડા

88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? 

Ans: પંઢાર

89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? 

Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ

90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? 

Ans: ઇ.સ.૧૯૭૫

91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇકૃતિ અખાની નથી? 

Ans: નરસિંહ માહ્યરો

92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? 

Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? 

Ans: દુર્ગારામ મહેતા

94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? 

Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? 

Ans: સુંદરમ્

96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. 

Ans: ૧૯૫૬ થી ૧૯૬૦

97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? 

Ans: શિનોર

98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? 

Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? 

Ans: ચામુંડા માતા

100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? 

Ans: ફાધર વાલેસ

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top