ગુજરાતમાં વાહનવ્‍યવહાર

રાષ્‍ટ્રીય ધોરી માર્ગો
રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. ૮મુંબઇ, સુરત, વડોદરા, અમદાવાદ, દિલ્‍લીને જોડે છે.તેની લંબાઇ ૧૪૨૮ કિમી છે. રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. ૮A અમદાવાદ, લીંબડી, મોરબી, કંડલાને જોડે છે. તેની લંબાઇ૩૭૫ કિમી છે. રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. ૮B બામણબોર, રાજકોટ, ગોંડલ, જેતપુર, પોરબંદરને જોડે છે. રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. ૮C ચિલોડા-ગાંધીનગરને જોડે છે. રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. ૧૫ કંડલાથી રાજસ્‍થાન થઇને પઠાણકોટને જોડે છે. તેની લંબાઇ ૨૭૨ કિમી છે.
ગુજરાતમાં સૌ પ્રથમ એકસ્‍પ્રેસ હાઇવે નંબર ૧ અમદાવાદ-વડોદરા વચ્‍ચે ૨૮ જાન્‍યુઆરી, ૨૦૦૩થી વાહનવ્‍યવહાર માટે ખુલ્‍લો મુકાઇ ગયો છે.

રેલ-વ્‍યવહાર
ગુજરાતમાં રેલવેની શરૂઆત ઇ.સ. ૧૮૫૫માં ઉતરાણ અને અંકલેશ્ર્વર વચ્‍ચે (૪૬.૪ કિમી) થઇ હતી. ઇ.સ. ૧૮૬૦ થી ૧૯૦૦ સુધીમાં વડોદરા-ભરૂચ, વડોદરા-મહેમદાવાદ, મહેમદાવાદ-અમદાવાદ, અમદાવાદ-વીરમગામ વચ્‍ચે રેલ-વ્‍યવહાર શરૂ થયો હતો. સૌરાષ્‍ટ્રમાં ઇ.સ. ૧૮૮૦માં ભાવનગરથી વઢવાણ અને ઇ.સ. ૧૮૮૧માં ધોળા-જેતલસર વચ્‍ચે રેઇવે લાઇન શરૂ થઇ હતી.
દેશમાં અગત્‍યનાં શહેરો ગુજરાત સાથે રેલમાર્ગે જોડાયેલાં છે. ગુજરાતમાં કુલ ૫૬૯૬ કિમીનો રેલવે માર્ગ છે. ગુજરાત સાથે જોડાયેલી અગત્‍યની ટ્રેનો નીચે પ્રમાણે છે. (શરૂઆતમાં ટ્રેન નંબર આપેલા છે.)


૧. ૧૦૯૫ – ૧૦૯૬ અમદાવાદ-પુણેઅહિંસા એકસ્‍પ્રેસ
૨. ૧૨૬૯ – ૧૨૭૦ રાજકોટ-ભોપાલએકસ્‍પ્રેસ
૩. ૨૦૦૯ – ૨૦૧૦ અમદાવાદ-મુંબઇ શતાબ્‍દી એકસ્‍પ્રેસ
૪. ૨૪૭૩ – ૨૪૭૪ અમદાવાદ-જમ્‍મુ તાવી સર્વોદય એકસ્‍પ્રેસ
૫. ૨૪૭૫ – ૨૪૭૬ રાજકોટ-જમ્‍મુ તાવી એકસ્‍પ્રેસ
૬. ૨૪૭૭ – ૨૪૭૮ જામનગર-જમ્‍મુ તાવી એકસ્‍પ્રેસ
૭. ૨૯૦૧ – ૨૯૦૨ અમદાવાદ-મુંબઇ ગુજરાત મેલ
૮. ૨૯૧૫ – ૨૯૧૬ અમદાવાદ-દિલ્‍લી આશ્રમ એકસ્‍પ્રેસ
૯. ૨૯૨૭ – ૨૯૨૮ વડોદરા-મુંબઇએકસ્‍પ્રેસ
૧૦. ૨૯૩૩ – ૨૯૩૪ અમદાવાદ-મુંબઇ કર્ણાવતી એકસ્‍પ્રેસ
૧૧. ૨૯૫૭ – ૨૯૫૮ અમદાવાદ-દિલ્‍લી સુવર્ણ જયંતિ રાજધાની એકસ્‍પ્રેસ
૧૨. ૨૯૬૩ – ૨૯૬૪ વડોદરા-બાંદ્રા સયાજીનગરી એકસ્‍પ્રેસ
૧૩. ૪૮૪૫ – ૪૮૪૬ અમદાવાદ-જોધપુર સૂર્યનગરી એકસ્‍પ્રેસ
૧૪. ૫૦૪૫ –૫૦૪૬ અમદાવાદ-ગોરખપુર એકસ્‍પ્રેસ
૧૫. ૬૦૪૫ – ૬૦૪૬ અમદાવાદ-ચેન્‍નઇ નવજીવન એકસ્‍પ્રેસ
૧૬. ૬૫૦૧ – ૬૫૦૨ અમદાવાદ-બેંગલૂરુ (બૅંગલોર) એકસ્‍પ્રેસ
૧૭. ૬૬૧૩ – ૬૬૧૪ રાજકોટ-કોઇમ્‍બતુર એકસ્‍પ્રેસ
૧૮. ૭૦૧૭ – ૭૦૧૮ રાજકોટ-સિકંદરાબાદ એકસ્‍પ્રેસ
૧૯. ૮૦૩૩ – ૮૦૩૪ અમદાવાદ-હાવડા એકસ્‍પ્રેસ
૨૦. ૮૪૦૧ – ૮૪૦૨ ઓખા-પુરી એકસ્‍પ્રેસ
૨૧. ૮૪૦૩ – ૮૪૦૪ અમદાવાદ-પુરી એકસ્‍પ્રેસ
૨૨. ૯૦૦૫ – ૯૦૦૬ ઓખા-મુંબઇ સૌરાષ્‍ટ્ર મેલ
૨૩. ૯૦૧૧ – ૯૦૧૨ અમદાવાદ-મુંબઇ ગુજરાત એકસ્‍પ્રેસ
૨૪. ૯૦૧૭ – ૯૦૧૮ જામનગર-બાંદ્રા સૌરાષ્‍ટ્ર જનતા એકસ્‍પ્રેસ
૨૫. ૯૦૨૧ – ૯૦૨૨ સુરત-મુંબઇ ફલાઇંગ રાણી એકસ્‍પ્રેસ
૨૬. ૯૦૩૧ – ૯૦૩૨ ગાંધીધામ-મુંબઇ કચ્‍છ એકસ્‍પ્રેસ
૨૭. ૯૦૪૫ – ૯૦૪૬ સુરત-વારાસણી તાપ્‍તી ગંગા એકસ્‍પ્રેસ
૨૮. ૯૦૪૭ – ૯૦૪૮ સુરત-પટણા તાપ્‍તી ગંગા એકસ્‍પ્રેસ
૨૯. ૯૧૦૫ – ૯૧૦૬ અમદાવાદ-દિલ્‍લી મેલ
૩૦. ૯૧૪૩ – ૯૧૪૪ અમદાવાદ-મુંબઇ લોકશકિત જનતા એકસ્‍પ્રેસ
૩૧. ૯૧૬૩ – ૯૧૬૪ અમદાવાદ-ફૈઝાબાદ સાબરમતી એકસ્‍પ્રેસ
૩૨. ૯૧૬૫ – ૯૧૬૬ અમદાવાદ-મુઝફ્ફરપુર સાબરમતી એકસ્‍પ્રેસ
૩૩. ૯૧૬૭ – ૯૧૬૮ અમદાવાદ-વારાણસી સાબરમતી એકસ્‍પ્રેસ
૩૪. ૯૨૧૫ – ૯૨૧૬ પોરબંદર- મુંબઇ સૌરાષ્‍ટ્ર એકસ્‍પ્રેસ
૩૫. ૯૨૬૩ – ૯૨૬૪ પોરબંદર-દિલ્‍લી સરાઇ રોહિલ્‍લા એકસ્‍પ્રેસ
૩૬. ૯૯૪૩ – ૯૯૪૪ અમદાવાદ-દિલ્‍લી સરાઇ રોહિલ્‍લા એકસ્‍પ્રેસ
૩૭. ૩૩૫૦ – ૩૩૫૧ અમદાવાદ-ધનબાદ પારસનાથ એકસ્‍પ્રેસ

વિમાન વ્‍યવહાર
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, કેશોદ, પોરબંદર, રાજકોટ, ભુજ, કંડલા, સુરત અને જામનગરમાં વિમાની મથક છે. અમરેલી, ધ્રાંગધ્રા, ડુમસ, ખાવડા, લીંબડી, મહેસાણા, મોરબી, પરસોલી, રાધનપુર, રાજપીપળા, વઢવાણ અને વાંકાનેરમાં હેલિકોપ્‍ટર અને નાનાં વિમાન ઊતરી શકે તેવી ઉતરાણ પટ્ટી છે. મીઠાપુર ખાતે તાતાકેમિકલ્‍સ કંપનીનું પોતાનું ખાનગી હવાઇ મથક છે. જામનગરનું હવાઇ મથક સંરક્ષણખાતું સંભાળે છે. અમદાવાદ હવાઇ મથકને ૨૬ જાન્‍યુઆરી, ૧૯૯૧ થી આંતરરાષ્‍ટ્રીય હવાઇ મથકનો દરજ્જો મળ્યો છે. અમદાવાદ હવાઇ મથકને ઍર ઇન્ડિયા દ્વારા લંડન, ન્‍યૂ યોર્ક, ન્‍યૂ જર્સી અને શિકાગો સાથે તથા ઇન્ડિયન ઍર લાઇન્‍સ દ્વારા મસ્‍કત, કુવૈત અને શારજાહ સાથે સીધું જોડવામાં આવ્‍યું છે. દેશના મોટાં ભાગનાં મુખ્‍ય શહેરો અમદાવાદ હવાઇ મથક સાથે સંકળાયેલા છે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top