કેટ દ્વારા પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ :
પરીક્ષા રદ થાય છે કે કેમ તેનો આધાર સરકાર પર રહેશે

તા.૧૯,રાજયમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ફરજીયાત બનાવી દેવાયેલ સીટેટ અને ટેટની પરીક્ષા આગામી સમયમાં દૂર કરવામાં આવે તેવી શકયતા છે. આ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. જો કે પરીક્ષા રદ્ થાય છે કે નહી તેનો આધાર રાજય સરકારના વલણ ઉપર રહેલો છે.

પ્રાપ્ત થતિ માહિતી મુજબ રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા સી-ટેટ અને ટેટની પરીક્ષા લેવામાં આવે છે. જો કે હાલ વિવિધ રાજયો તેમજ કેન્દ્રીય શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ધટ જોવા મળી રહી છે. ત્યારે આ ધટને દૂર કરવામાં માટે કેટના જ્યુડિશિયલ મેમ્બર એ.કે. ભારદ્વાજની અધ્યક્ષતામાં બેંચે ટેટ અને સી- ટેટની પરીક્ષા લીધા વિના સીધા અનુભાવના આધારે શિક્ષકોની ભરતી કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત આ બેંચે કેન્દ્રના માનવcસંશાધન વિકાસ મંત્રાલય દ્વારા નવેમ્બર-૨૦૧૦ માં પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાને રદ્ કરવાની પણ ભલામણ કરી છે. તેના કારણે અગામી દિવસોનાં સી-ટેટ અને ટેટની પરીક્ષા રદ્ કરી દેવામાં આવે તેવી શક્યતા સર્જાઈ છે. પરંતુ આ મુદ્દે સધળો મદાર રાજય સરકારનાં વલણ ઉપર છે આ અંગે રાજયનાં શિક્ષણ વિભાગનાં નાયબ નિમામક બી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમને હજી સુધી આવો કોઈ ભલામણ કરવામાં આવી હશે તો આગામી દિવસોમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય અને રાજયસરકાર જે મુજબનાં નિદેર્શ આપશે. તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top