તમારા બ્લોગને લોકપ્રિય કેવી રીતે બનાવશો ?

* પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો
* પોતાના બ્લોગ પર પણ છુટ આપો.
બ્લોગ ઓનલાઇન જગતમાં લોકપ્રિય થવા અને પોતાની વાતને બીજા સુધી પહોંચાડવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બનીને સામે આવ્યું છે. આજ કારણોસર ચર્ચામાં રહેતી વ્યક્તિઓ અને સામાન્ય લોકો વચ્ચે બ્લોગ્ઝની લોકપ્રિયતા વધતી જાય છે. આવામાં જો તમે પણ તમારો બ્લોગ બનાવીને લોકો વચ્ચે લોકપ્રિય રહેવા માગતા હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા બ્લોગ ગેમે તેટલું સારું કન્ટેન્ટ હોય તો પણ પ્રમોશન વગર તેને તેને હિટ મળવાની શક્યતા નથી.

સોશિયલ મીડિયાની મદદ :

ઓનલાઇન બધા જ એવા નૂસ્ખા હાજર છે. જેનાથી તમે તમારા બ્લોગને પ્રમોટ કરવામાં મદદ મળી શકે છે. જોકે, મોટાભાગે જોવા મળે છે કે, આપણે જ આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતાં હોય છે. તમને ખબર હોવી જોઇએ કે તમારા બ્લોગની મુલાકાત લેતાં મોટાભાગના વિઝીટર્સ સોશિયલ મીડિયા દ્વારા જ આવે છે આ માટે જ પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ઘણો જરૂરી છે. માત્ર તમારી પોસ્ટ બ્લોગ પર પબિ્લશ્ડ કરીને તેને ભૂલી ન જાવ પરંતુ એ બાબતે વધને વધુ લોકોને જાણકારી આપો તેમજ તમારી પોસ્ટ પર તેમનું મંતવ્ય પણ માંગો. આ બાબતે તમને સોશિયલ સાઇટ્સ મદદ કરશે.
આ ઉપરાત તમારે એ પ્રયત્ન પણ કરવો જોઇએ કે, લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને સામેલ કરવાનો પ્રયત્ન પણ કરો. આને લીધે લોકોને તમારો બ્લોગ વાંચવો ગમશે અને બ્લોગને મિત્રો અને ફોલોઅર્સ ને શેર કરશે.

આખો ખેલ લિંક પર :

જ્યારે પણ તમે કોઈ વિષય પર તમારા બ્લોગ પર પોસ્ટ નાખો ત્યારે તેને સંબંધિત બીજા બ્લોગની લિંક પણ તમારી પોસ્ટમાં જરૂર નાખો. જેનાથી ન માત્ર તમારા રીડર્સ રાજી થશે પણ તે બ્લોગર રાજી થશે અને અભિનંદન આપશે જેની લિંક તમે તમારા બ્લોગ પર નાખો છો. પછીથી તે પોતાની પોસ્ટમાં તમારા બ્લોગની લિંક નાખતાં અચકાશે નહીં.

વખાણ કરો અને મેળવો :

કોઇના બ્લોગ પર કમેન્ટ કરતી વખતે પોતાના નામની સાથે પોતાના બ્લોગનું યુઆરએલ આઇડી જરૂર લખો. જેનાથી એ બ્લોગના લેખક તેમજ ફોલોઅર્સને તમરા બ્લોગ વિશે ખબર પડશે અને તે તમારા બ્લોગ પર ચોક્કસ આવશે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top