શિક્ષકોને નોકરીમાં કાયમી કરવા હાઇકોર્ટનો આદેશ અમદાવાદ, શુક્રવાર શારીરિક-માનસિક અસમર્થતા ધરાવતાબાળકોને ભણાવનારા વિશેષ તાલીમ પામેલા ૧૨૪૮ શિક્ષકોને નોકરીમાંનિયમિત કરવા હાઇકોર્ટે આજે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. આ તમામ શિક્ષકોને સર્વે શિક્ષા અભિયાન યોજનાઅન્વયે અન્ય શિક્ષકોની જેમ અપાતા પગાર અને ભથ્થાનાં લાભો આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર ચાલતી આ યોજનાઓમાં શિક્ષકોને યોગ્ય પગાર અને ભથ્થું ન મળતું હોવાની અવારનવાર રજુઆત થઇ હતી. આ યોજનાની ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતસરકાર દ્વારા યોગ્ય રીતેકરવામાં આવતો નથી તેવો આક્ષેપ મુકવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૦૭માંહાઇકોર્ટ ­ના ચીફ જસ્ટિસને રજુઆત કરવામાં આવી હતી કે તેઓને શારીરિક- માનસિક અસમર્થતા ધરાવતા બાળકોના ઘરે જઇને ભણાવવું પડે છે. તેઓ વિશેષ ક્ષમતા ધરાવતા બાળકોને ભણાવવા તાલિમબદ્ધ છે જેના કારણે તેઓને યોગ્ય વળતર મળવું જોઇએ. આ મુદ્દાને ગંભીરતાથી લઇને હાઇકોર્ટે સુઓ-મોટો રિટની કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આજે ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે આઇ.ઇ.ડી.એસ. યોજના અન્વયે સમાવિષ્ટ તમામ શિક્ષકોને સરકારના કાયમી શિક્ષકોની જેમ જ પગાર અને ભથ્થા ચુકવવામાં આવે. આ લોકો અન્ય શિક્ષકોનીઅપેક્ષા થોડી વિશેષ યોગ્યતા ધરાવે છે.એન.જી.ઓ. માત્ર સરકારને મદદ કરી શકે છે અને તેઓ દ્વારા મેળવેલી મદદ માટે આર્થિક વ્યવસ્થા કરવી સરકારની જવાબદારીછે. જેના આધારે શારીરિક માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષકોને યોગ્ય આર્થિક લાભો સરકારે આપવા જ જોઇએ. હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને પણ યોગ્ય ગ્રાન્ટ આપવા હુકમ કરી રિટનો નિકાલ કર્યો હતો
Via - Gujarat Samachar

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top