ધો.૬થી ૮ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે સપ્ટેમ્બર-૨૦૧૨માં બહાર પડેલી

૮૮૦૦ જગ્યા માટે હાઈકોર્ટે ૭-માર્ચ-૨૦૧૩ના રોજ સ્ટે ઉઠાવી લીધો હોવા છતાં સરકારના આ


તલોદ, તા.૧૭
સને ૨૦૧૨માં વિદ્યાસહાયકોને ભરતી માટે કરવામાં આવેલ જાહેરાતને અંતે આજદિન સુધી એટલે કે છ મહિના સુધી ભરતી પ્રક્રિયા પૂરી નહિ થઇ હોવાને કારણે લાયકાત ધરાવતા હજારો નોકરીવાંચ્છુ અરજદારોમાં વ્યથાની લાગણી ઉદ્ભવી છે. આ ભરતી પ્રક્રિયો કોઇક ગ્રહણ લાગ્યું છે કે જવાબદાર તંત્ર જાણી બુઝીને કોઇ સ્વાર્થ ખાતર ભરતી પ્રક્રિયાને વેગ આપતું નથી ? તેવા સવાલો અરજદારો અને તેમના વાલીઓના માનસમાં પેદા થયા છે. આ ભરતી પ્રક્રિયામાં લગભગ ૮૮૦૦ વિદ્યા સહાયકોને નોકરીની તક મળવાની છે. જેથી તાકિદે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી રાવ હજારો અરજદારોએ નાખી છે.
આ અંગેની વિગત કંઇક એવી છે કે, તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૧૨ના રોજ ધો-૬ થી ૮ માટેના ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે વિદ્યાસહાયકોની ભરતીનું જાહેરનામું બહાર પડયું હતું. જેના ફોર્મ ઓનલાઇન પ્રક્રિયાથી દિન-૧૦માં ભરવાના હતા પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતાં ૯માં દિવસથી જ આચાર સંહિતા અમલી બનતાં ભરતી પ્રક્રિયા સ્થગિત થઇ ગઇ હતી. ચૂંટણી પૂરી થતાં સમયાંતરે પુનઃ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. બાદ ૨૫ જેટલા આંશિક અંધજન અરજદારોએ નામદાર કોર્ટના દ્વાર ખખડાવી ભરતી પ્રક્રિયા પર સ્ટે મેળવ્યો હતો. પરિણામે પુનઃભરતી પ્રક્રિયા ઘાંચમાં પડી હતી.
બાદ મળતી માહિતી મુજબ ગત તા.૭ માર્ચ-૨૦૧૩ના રોજ નામદાર કોર્ટ સ્ટે ઉઠાવી લીધો હતો. જેથી ભરતી પ્રક્રિયા માટે માર્ગ મોકળો બન્યો છે. અરજદારોનો આક્ષેપ છે કે, આમ થવા છતાં સરકાર વિદ્યાસહાયકોની અન્યાય કરી રહી છે. ધો.૬ થી ૮ના પૂર્ણકાલીન અભ્યાસક્રમ માટે શિક્ષકોની કથિત ઘટ હોવાતી અને આમ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી નહિ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર તેની માઠી અસર થતી હોવાનું મનાય છે.
શિક્ષકો માટે લાયકાત ધરાવતા 'ટેટ'ની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ બેકાર રહ્યા છે જેની સંખ્યા હજારોમાં અંકાય છે. રાજ્ય અને દેશમાં યુવાનોનું સંખ્યાબળ અનેકગણું વધુ છે. તેવું રાજ્ય સરકારની નોંધમાં હોવા છતાં યુવાન લાયક ઉમેદવારોને રોજગારી માટે આવી ઉપેક્ષા કેમ ? તે પ્રકારના અનેક સળગતા સવાલો વિદ્યાર્થીઓ અને વાલી આલમમાં ઉદ્ભવ્યા છે. જેઓ કોઇક રાજકીય હિતના કારણે આમ બનતું હોવાની પણ આશંકાસેવી રહ્યા છે.
ધો-૮ના વર્ગખંડમાં શિક્ષકોના અભાવને કારણે તેમના ગણિત-વિજ્ઞાાન અને અંગ્રેજી તથા અન્ય ભાષાઓ ભણતરનો પાયો કાચો રહી જાય તેવી હાલત થઇ છે. જે તેઓની કારકિર્દિનું પગથિયું મનાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ 'ટેટ'ની પરીક્ષામાં વિદ્યાર્થી દિઠ રૃા.૫૦૦/- ફી વસુલવામાં આવી હતી. જે પરીક્ષા લગભગ ૮૫ હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી માત્ર ૨૮૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ થતાં ટેટની ફી દ્વારા લગભગ અડધા કરોડ રૃપિયા જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓના ખિસ્સામાંથી સરકી જઇને સરકારની તિજોરીમાં જમા થઇ છે. તે જ રીતે ભરતી માટેના ઓન લાઇન ભરવામાં આવતા ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી તેને જે તે જિલ્લાપંચાયતના વિદ્યાર્થી દિઠ રૃા ૨૦૦/- વસુલ કરવામાં આવ્યા હતા. ઓપન માટે રૃા.૨૦૦/- અને અન્ય માટે રૃા.૧૦૦/- લેવામાં આવતા હતા.
મળતી માહિતી મુજબ વિદ્યાસહાયકોની ભરતી માટે ૮૮૦૦ અરજદારોને નોકરીની તક મળનાર છે જેમાં લગભગ ૩૦૦૦ બીએસસી, બી.એડ, ૨૨૦૦ ભાષાના અને ૩૬૦૦ સામાજીક વિજ્ઞાાન માટેના શિક્ષકોની ભરતી થનાર છે. જો હવે ભરતી પ્રક્રિયા નહિ આરંભાય તો યુવાન અરજદારો આંદોલનનો માર્ગ અપનાવશે.
Source :Gujarat samachar

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top