વોલપેપર્સ : આપણે કમ્પ્યુટર પર સમયાંતરે વોલપેપર બદલતા રહેતાં હોઈએ છીએ. કોઈક તો પ્રતિદિન કે દર બે દિવસે વોલપેપર બદલી નાંખતા હોય છે. જોકે, આ વોલપેપર આપણા કમ્પ્યુટરની પ્રોસેસ તેમજ ચાલુ કરવા દરમ્યાનની સ્પીડમાં ઘટાડો કરવા માટે જવાબદાર છે.

ફોન્ટ : કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે જેટલા સિસ્ટમમાં ફોન્ટ્સ વધારે તેટલો સમય વધારે લાગશે, કારણ કે તે દરેક વખતે ફોન્ટ્સ લોડ કરે છે તેથી જેનો કશો જ ઉપયોગ ન હોય એવા ફોન્ટ્સ ડિલીટ કરી નાંખીએ તો કમ્પ્યુટરની સ્પીડમાં જરૂર વધારો નોંધાશે.

વિન્ડો મિનીમાઈઝ : કામ કરતી વખતે બેકગ્રાઉન્ડમાં અન્ય વિન્ડો મિનીમાઈઝ કરી રાખવાને બદલે ઓપન હોય તો તે પણ સ્પીડમાં ઘટાડો કરી દે છે. એટલે જો આવી ફાઈલ્સને મિનીમાઈઝ કરી રાખીએ તો સીપીયુમાં લોડ ઓછો રહે છે પરિણામે સ્પીડ પણ મેન્ટેઈન રહે છે.

ડ્રાઇવર્સ : કમ્પ્યુટરનાં હાર્ડવેર ડ્રાઇવર્સ સમયાંતરે અપડેટ કરતાં રહેવા જરૂરી હોય છે. ખાસ કરીને ગ્રાફિક કાર્ડ જેના ડ્રાઇવર્સ અપડેટ રાખવાથી સ્પીડમાં વધારો થાય છે. ગ્રાફિક કાર્ડ ન હોય તેવા કમ્પ્યુટરમાં સતત ગેઈમ રમવાથી કે હેવી પ્રોગ્રામ રન કરવાથી સ્પીડ ઘટે છે.

Post a Comment

  1. ખુબ સરસ મજા આવી ગાય પણ ટેમ્પ ફીલે નું વર્ણન ના કર યુ

    ReplyDelete
  2. ટેમ્પ ફાઈલો પણ ડીલીટ કરવી જરૂરી છે ફાસ્ટ ઉસે માટે

    ReplyDelete
  3. download free software CCleaner from
    :http://www.piriform.com/

    This will eliminate/delete unnecessary temparary files automatically created during browsing internet

    ReplyDelete

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top