– રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ ના પ્રમાણ માં હોવુ જોઇએ.
– રાષ્ટ્રઘ્વજ ની લંબાઇ કરતા ૧૦ ગણો મોટો ઘ્વજ-સ્તંભ હોવો જોઇએ.
– રાષ્ટ્રઘ્વજ સુર્યોદય પછી ફરકાવવો તથા સુર્યાસ્ત પહેલા ઉતારી લેવો જોઇએ.
– રાષ્ટ્રઘ્વજ ફરકાવવા માં ઉતાવળ કરવી જોઇએ જ્યારે ઉતારતી વખતે ઘીમે ઘીમે શિષ્ટાચાર પુર્વક ઉતારવો જોઇએ.
– રાષ્ટ્રઘ્વજને સલામી હંમેશા ટોપી, યા હેટ પહેરેલ હોય તો જ આપી શકાય નહિતર સાવધાન સ્થિતિ માં રહેવું.
રાષ્ટ્રઘ્વજ અંગે ઘ્યાનમાં રાખવા જેવી બાબતો :-
– રાષ્ટ્રઘ્વજ સ્વચ્છ હોવો જોઇએ.
– અન્ય કોઇ ઘ્વજ રાષ્ટ્રઘ્વ ની જમણી બાજુ એ તેનાથી ઉંચાઇ એ ફરકાવી શકાય નહિં
– રેલી કે પરેડ વખતે રાષ્ટ્રઘ્વ કુચ કરનારની જમણી બાજુ એ રહે તેમ રાખવો.
– મિલિટરી ગ્રુપમાં રાષ્ટ્રઘ્વ હંમેશા વચ્ચે રહે છે અને તેનાથી બે ડગલા આગળ રહી પરેડ થાય છે.
– રાષ્ટ્રઘ્વજને બીજા, કોઇ ઘ્વજ સાથે એકજ સ્તંભ પર ફરકાવી શકાય નહિ.
– રાષ્ટ્રઘ્વજ ઉપર કોઇ પણ પ્રકારનું લખાણ લખી શકાય નહિં.
– ઘ્વજ નો ઉપયોગ અઘ્યક્ષની પાટલી કે અધ્યક્ષના, મંચ ને ઢાકવાં માટે થઇ શકે નહી.
– ઘ્વજ નો કઇ પણ મેળવવા, આપવા, ઘરાવવા અથવા લઇ જવા માટે કાંઇ પાત્ર તરીકે ઉપયોગ થઇ શકે નહી.
– ખાનગી અત્યેષ્ટિ સમય ઘ્વજ નો ઉપયોગ શબને ઢાકવા માટે થઇ શકે નહી.
– રાજ્ય રાષ્ટ્ર, લશ્કર અને કેન્દ્ર સરકારની અર્ધ લશ્કરી દળો તરફ થી થતી અત્યેષ્ટિ માં ઘ્વજ શબ પર ઢાંકવા માં આવે ત્યારે કેસરી રંગ માથા તરફ રાખવામાં આવશે.
–અગ્નિ સંસ્કાર કબર માં દફન કરતા પહેલા શબ ઉપરથી ઘ્વજ સન્માન થી ખસેડી લેવામાં આવશે. ઘ્વજ ને ઇરાદાપુર્વક જમીન, અથવા ભોંયતળીયે અડકવા દઇ શકાય નહી.
– અગત્ય ના રાષ્ટ્રીય પ્રસંગો, સાંસ્ક્રુતીક અને ખેલકુદ નાં પ્રસંગો એ જાહેર જનતા કાગળ/પ્લાસ્ટીક ના બનેલ ઘ્વજ ફરકાવી શકશે પરંતુ પ્રસંગ પુરો થતાં આવા ઘ્વજ જમીન ઉપર ફેકી દેવાને બદલે ઘ્વજ નાં સન્માન ને ઘ્યાન લઇ ખાનગી રાહે નિકાલ કરવો જોઇએ.
– દરેક ભારતીય નાગરીકે રાષ્ટ્રઘ્વજ નું સન્માન કરવું એ તેની ફરજ અને કર્તવ્ય છે. ત્રિરંગા ની આન, બાન અને શાન જાળવવા ની તમામ ની ફરજ છે.
– રાષ્ટ્રઘ્વજનું ઇરાદાપુર્વક સન્માન નહી કરનાર ને દંડ અને ત્રણ વર્ષ સુધી ની કેદ ની જોગવાઇ છે.
–સરકારે બહાર પાડેલ સુચના અનુસાર ઘ્વજ મકાનો, અન્ય સ્થળે અર્ધી કાઠી એ ફરકાવી લહેરાતો હોય તે સિવાય ઘ્વજ અર્ધી કાઠી એ લહેરાવી શકાય નહી.
 
Top