બોર્ડ દ્વારા સાયન્સમાં દાખલ કરવામાં આવેલી સેમેસ્ટર સિસ્ટમના વિરોધમાં વાલીઓએ બોર્ડને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે ધોરણ-૧૧ સાયન્સના બે સેમેસ્ટર રદ કરી માત્ર ધોરણ-૧૨માં બે સેમેસ્ટર રાખવા માટે રજૂઆત કરી છે. ધોરણ-૧૧ સાયન્સમાં બે સેમેસ્ટરના લીધે વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડતો હોવાની રજૂઆત કરાઈ હોઈ હવે ટૂંકમાં બોર્ડ આ અંગે નિર્ણય લે તેવી શકયતા છે.

ગત વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી હતી. જેમાં બે સેમેસ્ટર કરાયા હતા. ત્યાર બાદ ચાલુ વર્ષથી ધોરણ-૧૨ સાયન્સમાં પણ બે સેમેસ્ટર કરી દેવાયા છે. જેનાથી વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડે છે તેમ વાલીઓએ જણાવ્યું છે.

આટલું જ નહીં, બોર્ડ દ્વારા હાલમાં ધોરણ-૧૧ સાયન્સની બંને સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવે છે તેના બદલે ધોરણ-૧૧ સાયન્સની પરીક્ષા શાળા કક્ષાએ સોંપી દેવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ છે. હાલમાં ધોરણ-૧૧ સાયન્સના બે સેમેસ્ટર તથા ધોરણ-૧૨ સાયન્સના બે સેમેસ્ટર બાદ એન્ટ્રન્સ ટેસ્ટના લીધે વિદ્યાર્થીઓ સતત માનસિક તાણ અનુભવતા હોઈ બે સેમેસ્ટર રદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

અગાઉ ધોરણ-૧૧ સાયન્સની પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હતી ત્યારે વાલીઓ પર ટ્યૂશનનો બોજો પડતો ન હતો. પરંતુ ધો.૧૧ સાયન્સમાં બે સેમેસ્ટર દાખલ કરતા અને તેની પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવાતા વાલીઓ પર ધોરણ-૧૧ સાયન્સના ટ્યૂશનનો પણ બોજો વધ્યો છે. આમ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓને સતત ત્રણ વર્ષ સુધી બોર્ડની પરીક્ષાનો હાઉ રહેતો હોઈ તેમની પર સતત દબાણ રહે છે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top