August 15, 2025 04:51:04 AM

શું તમે જાણો છો કે સૂર્યને એક બહેન છે જે આપણાથી 100 પ્રકાશવર્ષ કરતાં વધુ દૂર તારામંડળમાં વસે છે ? પૃથ્વી કે તેનાં વાતાવરણની બહાર એક નવી ખોજની દિશામાં આ એક આગેકદમ છે.યુનિર્વિસટી ઓફ ટેકસાસ ઓસ્ટિનના ખગોળશાસ્ત્રી ઇવાન રમિરેઝનાં વડપણ હેઠળની સંશોધકોની ટીમે સૂર્યની પ્રથમ 'બહેન' એવા એ જ વાયુનાં વાદળમાંથી જન્મેલા નવા તારાની શોધ કરી છે. 'આપણે ક્યાં જન્મ્યા હતા એ અમે જાણવા માગીએ છીએ' એવું રમિરેઝે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જો આપણે આકાશગંગાના કયા ભાગમાંથી સૂર્ય રચાયો હતો તે શોધી કાઢીએ તો સૌરમંડળની અગાઉની સ્થિતિ જાણી શકીએ, આજ આપણે અહીં શા માટે છીએ તે સમજાવી શકશે. તદુપરાંત સૌરમંડળના ભાઈ-બહેન જેવા આ તારા પર જીવન હોવાની સાવ શૂન્ય નહીં તો થોડીઘણી શક્યતા છે એવું રામિરેઝે જણાવ્યું.

વધુમાં સૂર્ય જેવા તારાઓ તારામંડળની નર્સરીમાં જન્મે છે. HD162826 તરીકે ઓળખાતો તારો સૂર્ય કરતાં 15 ટકા વધુ મોટો છે અને તારામંડળ હરક્યુલરમાં 110 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. તેમણે સૂર્ય સાથેની તેની લિન્ક શોધવા આકાશગંગાનાં કેન્દ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું ટ્રેકિંગ પણ કર્યું હતું.
11 May 2014

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top