બંદોબસ્તમાં આવેલા ફૌજી ગુજરાતનાં વિકાસથી પ્રભાવિત, કહ્યું કંઈક આવું
- ચૂંટણીના બંદોબસ્તમાં આવેલા ફૌજી ગુજરાતના વિકાસથી પ્રભાવિત થયા
- ઓરિસ્સાના ફૌજીએ કહ્યું એમપી કરતાં ગુજરાત વધારે સારુ લાગ્યું

ગુજરાતના વિકાસનો મુદ્દો ચૂંટણીમાં ઘણોજ ગાજ્યો હતો. તેને લઇ અનેક દાવા-પ્રતિદાવા અને આક્ષેપો-પ્રતિ આક્ષેપો ચૂંટણી પ્રચાર દરમિયાન થતાં રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં વિકાસ થયો છે અને તેમાં પણ કૃષિક્ષેત્રે કરેલી પ્રગતિ અમને ગમી છે તેવા ઉદગાર ચૂંટણીના બંદોબસ્તમાં આવેલા સુરક્ષાદળોના ફૌજીઓએ વ્યક્ત કર્યા હતા.

પાટણ લોકસભા બેઠકની ચૂંટણી માટે બુધવારે યોજાયેલા મતદાન સમયે પાટણ તાલુકાના ભીલવણ ગામના બુથ નંબર ર અને ૪ ઉપર ચુસ્ત બંદોબસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ઇન્ડિયન રીઝર્વ બટાલિયનના જવાનોને તૈનાત કરાયેલા હતા. આ સમયે બંદોબસ્ત જાળવી રહેલા ઓરિસ્સાના આશીષ ક્લાવોસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગુજરાતના વિકાસ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
આગળ વાંચો ખડેપગે રાયફલ સાથે તૈનાત આશીષે શું જણાવ્યું.

બંદોબસ્તમાં આવેલા ફૌજી ગુજરાતનાં વિકાસથી પ્રભાવિત, કહ્યું કંઈક આવું
 
ખડેપગે રાયફલ સાથે તૈનાત આશીષને પૂછતાં તેમણે ગુજરાત પ્રથમવાર આવવાનું થયું છે તેમ જણાવ્યું હતું. ગુજરાત કેવું લાગ્યુ તેવા પ્રશ્નમાં તેમણે કહ્યું, ''બહોત અચ્છા લગા’’ તેઓને શું સારુ લાગ્યું તેવું પૂછતાં કહ્યું, યહાં સડકે અચ્છી હૈ, પીનેકા પાનીકી ફેસિલીટી અચ્છી લગી. લેકીન સબસે અચ્છી બાત યહ લગી કે યહાં કિસાન સાલ મે દો યા તીન ફસલ લે સકતે હૈ, જબકી હમારે યહાં એક હી ફસલ મિલ સકતી હૈ. ફૌજી આશીષકુમારે જણાવ્યું હતું કે, તેઓ છ વર્ષથી આ ફોર્સમાં છે. પ્રથમવાર અત્રે આવ્યાં છે. ગુજરાત આવ્યાં પહેલાં મધ્યપ્રદેશમાં બંદોબસ્તમાં હતા. ગુજરાતમાં આવ્યા પછી સારી અનુભૂતિ થઇ છે. પહેલા માત્ર વાતો સાંભળી હતી. મધ્યપ્રદેશ અને ગુજરાત કરતાં કયો પ્રદેશ વધારે ગમ્યો તેમ પૂછતાં તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ પણ બરાબર છે. પરંતુ ગુજરાત વધારે પસંદ આવ્યું છે.
 
રાધનપુરમાં વિધાનસભા ચુંટણીકરતાં ૯.૧૨ ટકા મતદાન ઘટયું

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top